વૃદ્ધિ અને વિકાસ

વૃદ્ધિ અને વિકાસ :



બાળક જન્મે છે ત્યારે તે ખૂબ જ નબળું હોય છે તે માનવ બાળ ઉંમર વધતાં ની સાથે સૌથી વધુ બળવાન બની કુદરતને નાથી શકવા શક્તિમાન બને છે માનવ બાળ નબળાઈમાંથી બળવાન ,બુદ્ધિમાન બનવાની ક્રિયાને વૃદ્ધિ અને વિકાસ કહેવામાં આવે છે . માનવ બાળ જન્મ પહેલા એટલે કે ગર્ભધાન થી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી તેનો વિકાસ થતો રહે છે તેના શરીરની સાથે બુદ્ધિ કૌશલ્યનો પણ વિકાસ થાય છે તેની  સમજણ શક્તિ પણ વધે છે. માનવ બાળ ની  વૃદ્ધિ અને વિકાસ થવા થી તેનામાં લાગણી રાગ દ્વેષ અને સંવેદનાઓ નો પણ વિકાસ થાય છે અને સમયની સાથે બદલાતા રહે છે એવું કહી શકાય કે વૃદ્ધિ ને જોય શકાય છે માપી શકાય છે. જ્યારે વિકાસને નરી આંખે નિરીક્ષણ શક્ય બને છે.  તેનો અનુભવ દ્વારા તેનું અવલોકન કરી શકાય છે  


                  માનવની વૃદ્ધિ થતી અટકી શકે છે પણ તેનો વિકાસ થતો અટકતો નથી .વૃદ્ધિ  એ અમુક ચોક્કસ વય સુધી વધે છે .જ્યારે વિકાસ એ મૃત્યુ સુધી સાથ છોડતો નથી .વિકાસ વૃદ્ધિની  જેમ વધતો નથી. કોઈ માનવ બાળમાં  તો તે ઝડપથી વધે છે. તો કોઈ માનવ બાળમાં  તે  ધીમેથી વિકાસ પામે છે .

                     વિકાસ હંમેશા વય કક્ષા એટલે  કે પરિપક્વતા તરફ ગતિશીલ હોય છે.વિકાસ એટલે માનવ બાળ ની માનસિકતા નો વિકાસ .વૃદ્ધિ અને વિકાસમાં વંશ પરંપરાગત અને સમાજનું વાતાવરણ જેવા અનેક પરિબળોની અસરો થવાથી દરેક બાળક દરેક  તબક્કે સરખો વિકાસ થતો નથી .

વૃદ્ધિ :-

                  નવજાત જન્મેલા બાળકનું શરીર ખૂબ નબળું હોય છે. અને તે પોતાની શારીરિક કામ જાતે કરી શકતું નથી.તેના માટે તેની માતા દ્વારા અથવા પિતા દ્વારા સારસંભાળ  લેવામાં આવતી હોય છે. અને આ બાળકના માતા-પિતાનું શારીરિ બળવાન હોય છે . અને તે પોતાના તમામ કામો કરી શકે છે અને બીજાના કામો પણ કરી શકે છે . જન્મ સમયે માનવબળ નબળું  હોય છે પરંતુ તેની વૃદ્ધિ થાય અને તે મૃત્યુ પામે છે . ત્યારે તેનું  શરીર બળવાન અને વૃદ્ધિ પામેલું હોય છે 

                  વૃદ્ધિ એટલે ગર્ભાવસ્થાથી  માંડીને પુખ્તા વસ્થા સુધીના સમયગાળા દરમિયાન તેના શરીરમાં થતા ફેરફારો અંગોના વિકાસ ,વજન, ઊંચાઈ ને વૃદ્ધિ કહેવાય છે. ગર્ભાધાન  સમયે 0.6 મિલિગ્રામ વજનનો ગર્ભ હોય છે. જન્મ સમયે અઢીથી ચાર કિલોગ્રામ વજનનો બની જાય છે. અને તેનું પુખ્તવયે 60 થી 70 કિલો ગ્રામ વજનનો થઈ જાય છે .



                 એવું કહી શકાય કે માનવબાળ ખોરાકનું સેવન કરે છે અને તેનાથી તેના શરીરની વૃદ્ધિ થાય છે અને તે પુખ્તવસ્થા પછી તે ની શરીર ની વૃદ્ધિ થતી અટકી જાય છે .વૃદ્ધિ માત્ર શરીર સાથે જ સંબંધ ધરાવે છે.


વિકાસ :-

            માનવબાળની શારીરિક વૃદ્ધિની સાથે માનસિક વૃદ્ધિ પણ થાય છે
 તેના મગજનો વિકાસ થાય છે તે વિચારી શકે છે જ્યારે તેના શરીરની વૃદ્ધિ થાય છે . ત્યારે તેના મગજનો પણ વિકાસ થાય છે . ઉદાહરણ તરીકે હાથનું કદ વધતા તેના દ્વારા તે વસ્તુ પકડી શકે છે. છોડી શકે છે .વગેરે રીતે તેનો વિકાસ થાય છે .


                         મગજ ની વૃદ્ધિ થતા તેની સ્મૃતિ, ખ્યાલ, અનુમાન કલ્પના , તર્ક, જેવી માનસિક શક્તિ નો વિકાસ થાય છે . જેનાથી માનવબાળ લેખક, ક્રિકેટર, કવિ, સારા વાચક, ગાયક, વક્તા બની શકે છે કે પછી સારા વૈજ્ઞાનિક બની શકે છે માનસિક રીતે વિકાસ થવાથી માનવબાળ ઉપરોક્ત ઉદાહરણ ની જેવા મહાન વ્યક્તિ પણ બની શકે છે  .

મનુષ્યના શરીરની વૃદ્ધિ થાય છે પણ તે પુખ્તવય સુધી વૃદ્ધિ પામે છે . જ્યારે વિકાસ એ માનવી મૃત્યુ પામે છે ત્યાં સુધી તેનો વિકાસ સતત થતો જ રહે છે. 

માનવ બાળ નો વિકાસ થવાથી તે જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે તેને જાતે ખાઈ શકે છે તે સારો વેપારી બની શકે છે તે શિક્ષક બની શકે છે નહીતો એન્જિનિયર કે પછી  ડોક્ટર પણ બની શકે છે . વૃદ્ધિનો સંબંધ શારીરિક વિકાસ સાથે છે .જ્યારે વિકાસનો સંબંધ શારીરિક અને માનસિક ફેરફારોથી પ્રાપ્ત થતી ક્ષમતાઓ સાથે છે .

                    

Popular posts from this blog

માતૃભાષા કૌશલ્યોના વિકાસ માટેની પ્રવૃતિઓ