માતૃભાષા કૌશલ્યોના વિકાસ માટેની પ્રવૃતિઓ

બાળક જન્મે છે. ત્યારે તે રડે છે તે બોલી શકતો નથી. તેની માતા દ્વારા તેને બોલતા શીખવવામાં આવે છે તેની માતા પોતાની માતૃભાષામાં જ બોલતા શીખવે છે . તે શરૂઆતમાં એક કે બે શબ્દો બોલતા શીખે છે ધીમે ધીમે તે  શબ્દો અને ત્યાર પછી વાક્ય બોલતા શીખે છે. ત્યાર પછી તે શાળામાં જાય છે ત્યાં તેની ભાષા શુધ્ધિ માં વધુ ઉમેરો થાય છે ત્યાં તે શિક્ષક દ્વારા કહેવામાં આવતા નવા શબ્દો સાંભળે છે અને બોલે છે ત્યાર પછી તે લખી અને વાંચી પણ શકે છે અને આ રીતે તેના કૌશલ્યનો  વિકાસ થાય છે.
➡️ માતૃભાષા ના કૌશલ્યનો વિકાસ કરવાની કુલ ચાર પ્રવૃત્તિઓ છે.
1. શ્રવણ કૌશલ્ય 
2. કથન કૌશલ્ય 
3. વાંચન કૌશલ્ય 
4. લેખન કૌશલ્ય 

શ્રવણ કૌશલ્ય :- 
શ્રવણ એટલે સાંભળવાની ક્રિયા . માત્ર ભાષાના અવાજો સાંભળવા એટલે શ્રવણ કર્યું ન કહેવાય પરંતુ સાંભળેલા અવાજોનું અર્થગ્રહણ થાય ત્યારે શ્રવણ ની ક્રિયા થઈ તેમ કહેવાય છે . ઉદાહરણ તરીકે , જ્યારે કોઈ બાળકને 1થી 8ધોરણ સુધી માત્ર ગુજરાતી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે તે ને માત્ર ગુજરાતી ભાષામાં જ સમજણ પડતી હોય છે ત્યારે આ બાળકને 9 થી 10 માં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તો તે સમજી શકતું નથી અને તે પરીક્ષા માં પાસ પણ થઈ શકતું નથી .
             શ્રવણ કૌશલ્ય એવું છે કે જેમાં સાંભળનાર અને બોલનાર વ્યક્તિ વચ્ચેના સંવાદમાં બોલનાર પોતાના હાવ-ભાવ સાથે કેટલીક ચેષ્ટાઓ પણ કરે છે .જેનાથી સાંભળનાર સરળતાથી બોલનારની વાતનો અર્થગ્રહણ કરી શકે છે. એવું કહી શકાય કે શ્રવણ દ્વારા જ ભાષાનો આરંભ  થાય છે .

કથન કૌશલ્ય :- 
શ્રવણ અને કથન બંને પ્રાથમિક કક્ષાના કૌશલ્યો છે. બાળક જન્મે છે ત્યારે સૌપ્રથમ તે શ્રવણ કૌશલ્ય શીખે છે અને શ્રવણ કરીને તે કથન કૌશલ્ય શીખે છે બાળક નાનું હોય છે તે બોલી શકતું હોતું નથી અને તેની માતા દ્વારા તેનું કથન કૌશલ્ય શીખવવામાં આવે છે.માતા તેની માતૃભાષામાં તેના બાળકને કથન કરતા શીખવે છે ત્યારે બાળક તે સાંભળે છે તેનો અર્થ ગ્રહણ કરે છે અને તેને બોલવાનો પ્રયાસ કરે છે તે શરૂઆતમાં એક કે બે શબ્દો બોલશે ત્યારબાદ શબ્દો અને ધીમે ધીમે વાક્ય બોલતા શીખે છે.તે શાળા એ જાય છે ત્યારે તેનામાં શબ્દો ભંડોળનું પણ વિકાસ થાય છે.

વાંચન કૌશલ્ય :-
બાળકમાં શ્રવણ અને કથન કૌશલ્યનો વિકાસ થાય ત્યાર પછી જ વાંચન અને લેખન કૌશલ્યનો વિકાસ થાય છે. વાંચન ક્રિયામાં પણ વાંચીને તેનો અર્થ ગ્રહણ કરવાનું હોય છે ત્યાર પછી તેને સમજાવવાનું હોય છે.કેટલીક વખત કોઈ લખાણ ભારી શબ્દમાં હોય છે અને શ્રોતા તે સરળતાથી સમજી શકે તે માટે વાંચન ક્રિયા કરનાર તેનું અર્થઘટન કરી સરળ ભાષામાં સમજાવે તો શ્રોતા તે સરળ રીતે અર્થઘટન કરી શકે સમજી શકે છે. વાંચન કૌશલ્ય પણ શ્રવણ અને કથન કૌશલ્ય ની જેમ શરીર વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક એવા બે પાસા મા છે.લખેલા શબ્દોને આંખ વડે જોઈએ છીએ તે વાંચનનું  શરીર વૈજ્ઞાનિક છે અને તેનો શબ્દનો અર્થ સમજવું અને સમજાવવું   તે પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક છે.

લેખન કૌશલ્ય:-

બાળક શાળામાં પ્રવેશ લેવા પહેલાથી જ તેનામાં શ્રવણ અને કથન કૌશલ્યનો વિકાસ થયેલો હોય છે. આ જ બે કૌશલ્યના આધારે શાળાના શિક્ષકો બાળકને વાંચન અને લેખન કૌશલ્ય શીખવે છે.લેખન કૌશલ્યમાં મૂળાક્ષરો આંકડાઓ વાંચે છે. બાળકો પાસે મૂળાક્ષરો લખાવવા ના પ્રયત્નો કરે છે કે જેથી તેનું લેખન કૌશલ્ય ને સારું બનાવી શકે છે. બાળક સૌ પ્રથમ  શ્રવણ કૌશલ્ય શીખે છે. ત્યાર પછી છેલ્લે તે લેખન કૌશલ્ય શીખે છે. બાળક જેવું સાંભળે છે.તેવું જ બોલે છે.વાંચે છે. અને તે તેવુંજ લખે પણ છે. આ રીતે બાળક મા લેખન કૌશલ્ય નો વિકાસ કરવા માં  આવે છે.

Popular posts from this blog

વૃદ્ધિ અને વિકાસ