Posts

માતૃભાષા કૌશલ્યોના વિકાસ માટેની પ્રવૃતિઓ

Image
બાળક જન્મે છે. ત્યારે તે રડે છે તે બોલી શકતો નથી. તેની માતા દ્વારા તેને બોલતા શીખવવામાં આવે છે તેની માતા પોતાની માતૃભાષામાં જ બોલતા શીખવે છે . તે શરૂઆતમાં એક કે બે શબ્દો બોલતા શીખે છે ધીમે ધીમે તે  શબ્દો અને ત્યાર પછી વાક્ય બોલતા શીખે છે. ત્યાર પછી તે શાળામાં જાય છે ત્યાં તેની ભાષા શુધ્ધિ માં વધુ ઉમેરો થાય છે ત્યાં તે શિક્ષક દ્વારા કહેવામાં આવતા નવા શબ્દો સાંભળે છે અને બોલે છે ત્યાર પછી તે લખી અને વાંચી પણ શકે છે અને આ રીતે તેના કૌશલ્યનો  વિકાસ થાય છે. ➡️ માતૃભાષા ના કૌશલ્યનો વિકાસ કરવાની કુલ ચાર પ્રવૃત્તિઓ છે. 1. શ્રવણ કૌશલ્ય  2. કથન કૌશલ્ય  3. વાંચન કૌશલ્ય  4. લેખન કૌશલ્ય  શ્રવણ કૌશલ્ય :-  શ્રવણ એટલે સાંભળવાની ક્રિયા . માત્ર ભાષાના અવાજો સાંભળવા એટલે શ્રવણ કર્યું ન કહેવાય પરંતુ સાંભળેલા અવાજોનું અર્થગ્રહણ થાય ત્યારે શ્રવણ ની ક્રિયા થઈ તેમ કહેવાય છે . ઉદાહરણ તરીકે , જ્યારે કોઈ બાળકને 1થી 8ધોરણ સુધી માત્ર ગુજરાતી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે તે ને માત્ર ગુજરાતી ભાષામાં જ સમજણ પડતી હોય છે ત્યારે આ બાળકને 9 થી 10 માં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં ...